Logo
Feedback | Email Login
menu right menu right menu right menu right menu right menu right menu right
mid
More...
22-02-2014
Testing Facility
More...
Photo Gallery
Video Gallery
આર્ટસ કોલેજ

 -> ઈ.સ.૧૯૯૮ ની આસપાસ આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.યુ.કે.રાજપૂત દ્રારા આ વિસ્તારની આજુબાજુના ૧પ થી ર૦ ગામોના શિક્ષણનું સર્વે કરવામાં આવ્યુ અને સર્વેમાં જાણવા મળ્યુ કે આ વિસ્તારના ગામડાઓમાંથી એકલ દોકલ ભાઈઓએજ કોલેજ કક્ષાનું શિક્ષણ મેળવેલ છે. ત્યારે બહેનોના ઉચ્ચશિક્ષણની વાત જ કયાં કરવાની. જે કોઈ ભાઈ ગ્રજયુએટ એટલે કે બી.એ. થયા છે તે પણ ગુજરાતી કે સંસ્કૃત વિષયમાં જ થયેલ છે. અંગ્રેજી, ઈતિહાસ, મનોવિજ્ઞાન જેવા વિષયની વાત કરવામાં આવી તો જાણવા મળ્યુ કે અંગ્રેજી, ઈતિહાસ, મનોવિજ્ઞાન કે બીજા અન્ય કોઈ વિષયમાં ગ્રેજયુએશન કરવુ હોય તો પાલનપુર, પાટણ, વિસનગર કે અમદાવાદ જવુ પડે. થરાદ, થરા, ડીસા રાધનપુર, ઉંઝા જેવી મોટી મોટી કોલેજોમાં પણ આવા વિષયોનું શિક્ષણ ઉપલબ્ધ ન હતુ.આવા સંજોગોમાં માનવનિકેતન ટ્રસ્ટ, લવાણા માટે આર્ટ્સ કોલેજ શરૂ કરવાનું  વિચારેલ.જરૂરી માર્ગદર્શન મેળવીને શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી,પાટણ સાથે જરૂરી વિચાર-વિમર્સ કરીને કોલેજની મંજુરી માટે જરૂરી કાર્યવાહી પુર્ણ કરતાં જુન-ર૦૦૭ થી આર્ટ્સ કોલેજ,લવાણાને અંગે્જી,ઈતિહાસ,મનોવિજ્ઞાન,હિન્દી,સંસ્કૃત,ગુજરાતી જેવા વિષયો સાથે મંજુરી મળેલ.

-> લવાણા એ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખેડુત વર્ગની વસ્તી ધરાવતું નાનકડું ગામ હોવા છતાં આજે અંગ્રેજી, ઈતિહાસ જેવા બે મુખ્ય વિષયોના બે ડિવિઝન કાર્યરત છે. કોલેજના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મષ્ઠ કર્મયોગી કર્મચારીગણ દ્રારા બી.એ.તમામ વર્ષોનું પરિણામ ખુબ જ ઉંચું આવે છે. અને વિદ્યાર્થી ભાઈ-બહેનોનું પોતાનું વ્યકિતગત પરિણામ પણ ઘણી જ સારી ઉંચીં ટકાવારી સાથે આવે છે. બી.એ.ની પરીક્ષા માટે આર્ટસ કોલેજ, લવાણાને પરીક્ષા કેન્દ્ર તરીકે માન્યતા મળેલ છે. જેનો શ્રેય કર્મષ્ઠ કર્મયોગી અધ્યાપક ગણને ફાળે જાય છે. કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ડો.યુ.કે.રાજપૂત પણ દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનોને આ કોલેજમાં કોઈપણ જાતની તકલીફ ન પડે તેનું વ્ય્કિતગત ખુબ સારી રીતે ધ્યાન રાખે છે.

-> કોલેજ પાસે પોતાની માલિકીનું સ્વતંત્ર બહુમાળી મકાન છે. સદર કોલેજના મકાનનું ખાતમુહુર્ત તેમજ કોલેજના મકાનનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય અને ક્રાતિકારી સંત પ્રાત:સ્મણીય પૂ.સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ-દંતાલી વાળાના કરકમળો દ્રારા કરવામાં આવેલ અને કોલેજના મકાનના નિર્માંણ માટે રૂા.ર,૦૦,૦૦૦/- (રૂપિયા બે લાખ)ની માતબર રકમનું દાન પણ કરેલ. કોલેજ પાસે વિશાળ લાયબ્રેરી તેમજ વિશાળ રમત-ગમતનું મેદાન તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને સુંદર ફુલછોડથી સુશોભિત બગીચો આ કોલેજની શોભામાં અભિવૃધ્ધિ કરે છે.

-> આ કોલેજમાં અભ્યાસ કરવા માટે વાવ,થરાદ,રાધનપુર,ભાભર,સુઈગામ,લાખણી,દિયોદર,ડીસા,ધાનેરા વગેરે તાલુકાના ગામડાઓમાંથી વિદ્યાર્થી ભાઈ-બહેનો અંગ્રેજી તેમજ ઈતિહાસ જેવા મુખ્ય વિષય સાથે ગ્રેજયુએટ થવા માટે દુર દુરથી અપ-ડાઉન કરીને અભ્યાસ કરવા માટે આવે છે. કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થી ભાઈ-બહેનો પોતાની વહીવટીય કામગીરી જેવી કે પ્રવેશ ફોર્મથી માંડીને એનરોલમેન્ટ ફોર્મ, પરીક્ષા ફોર્મ,શિષ્યવૃતિ ફોર્મ, એસ.ટી.પાસના ફોર્મની સુવિધા જેવી અનેકવિધ કામગીરી માટે કોલેજના સિનિયર કલાર્ક શ્રી ભગવાનભાઈ કે.જાળિયા તેમજ જુનિયર કલાર્ક શ્રી દુદાભાઈ એમ.સોલંકી ખુબ સારી રીતે પુરી પાડે છે. કોલેજના લાયબ્રેરીયન શ્રી જાંમાભાઈ કે. જાળિયા ખુબ માયાળુ સ્વભાવના હોઈ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પોતાને જરૂરી પુસ્તકો,સંદર્ભ સાહિત્ય કે નમુનારૂપ પ્રશ્નપત્રો જેવુ સાહિત્ય ખુબ સારી રીતે પુરૂ પાડે છે. શારીરિક શિક્ષણ વિભાગના અધ્યાપક શ્રી રજુજી પી.રાજપૂત આ વિસ્તારના વિદ્યાર્થીર્ઓને શારીરિક ક્ષમતા પ્રમાણે પોલીસદળ,મિલીટરી કે પેરામિલીટરી ફોર્સની ભરતી માટે વિદ્યાર્થીર્ઓને પોતાના માટે જરૂરી શારીરિક મેદાની કસોટીઓની ખુબ જ સારી રીતે વ્યકિતગત કાળજી રાખીને તૈયારી કરાવે છે. અને જેના કારણે આ કોલેજના ઘણા બધા વિદ્યાર્થીર્ઓ પોલીસદળ,મિલીટરી તેમજ પેરામિલીટરીમાં સફળતા પુર્વક કૌશલ્ય દાખવીને નોકરી મેળવેલ છે.

-> કોલેજ દ્રારા સમયાંતરે જનરલ નોલેજ તેમજ જે તે વિષયના તજજ્ઞોને બોલાવીને કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. કોલેજના પ્રથમ વર્ષથી કોલજના ભાઈ-બહેનોને જનરલ નોલેજની તૈયારી કરવા માટે ભારપુર્વક સારી રીતે સમજણ આપવામાં આવે છે. અને જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સારી નોકરી મેળવવામાં સફળતા હાંસલ કરેલ છે.

-> દિન પ્રતિદિન આર્ટ્સ કોલજ,લવાણા સફળતાના શિખર સર કરી રહી છે. અને આ વિસ્તારમાં તેમજ આજુબાજુના વિસ્તારની કોલેજોમાં સારી અને ઉત્કૃષ્ટ કોલેજ તરીકેની ખ્યાતી ધરાવતી થઈ છે. જેની પાછળ આ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ડો.યુ.કે.રાજપૂતનો મુખ્ય સિંહફાળો છે. જયારે સાથે આ કોલેજનો તમામ સ્ટાફગણ,ટ્રસ્ટી મંડળ તેમજ દાતાશ્રીઓનો ફાળો પણ અમુલ્ય છે.

વધુ માહિતી માટે લોગોન કરો.
પ્રાથમિક શાળા
માધ્યમિક વિભાગ
ઉચ્ચતર માધ્યમિક વિભાગ
આર્ટસ કોલેજ
Facility
Year Planning
School Forms
School Forms
Download
Career Apply Now
copyright © www.manavniketanlavana.org
Designed & Developed by : pCube Software Solution (+91 9898436513)