લવાણા તેમજ આજુબાજુના ૧પ થી ર૦ કિ.મી.ના વિસ્તારમાં માધ્યમિક શિક્ષણ લીધા પછી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેની કોઈ જ શાળા ન હોવાથી મોટાભાગના વિદ્યાર્થી ભાઈ-બહેનો આગળ અભ્યાસ કરવાનું છોડી દેતા હતા. જેથી આ વિસ્તારના બાળકો ઉચ્ચશિક્ષણથી વંચિત રહે તે સ્વાભાવિક હતું. આ પરિસ્થિતિને ધ્યાને લઈને આ વિસ્તારના બાળકોને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણનો લાભ મળે તે હેતુથી માનવનિકેતન ટ્રસ્ટ દ્રારા જુન-ર૦૦પ થી સામાન્ય પ્રવાહ ગુજરાતી માધ્યમની મિશ્ર પ્રકારની સ્વનિર્ભર શ્રી વિદ્યામંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા નામથી શરૂ કરેલ. આ વિસ્તારમાં ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ થવાથી તેમજ શાળા શરૂઆતમાં સ્વનિર્ભર હોવા છતાં કોઈપણ સમાજના કોઈપણ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો પાસેથી કોઈપણ પ્રકારની ફી લીધા વિના તદ્દન મફત શિક્ષાણ આપવાનું શરૂ કરેલ અને તેના પરિણામ સ્વરૂપે જુન-ર૦૦૭ થી ગુજરાત સરકારના શિક્ષાણ વિભાગ દ્રારા આ શાળાને નોન-ગ્રાન્ટેડ શાળામાંથી ૧૦૦ ટકા ગ્રાન્ટેડ શાળામાં તબદીલ કરેલ છે.
સમયાંતરે ધોરણ-૧ર ના વિદ્યાર્થીઓને ધોરણ-૧ર ની પરીક્ષા પાસ કર્યા પછી કયા કયા અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે અને આવા પ્રવેશ માટે કયારે કયારે કાર્યવાહી થાય છે અને આવા અભ્યાસક્રમો કયાં કયાં ઉપલબ્ધ છે. તેના માટે જરૂરી વિભાગના નિષ્ણાત તજજ્ઞો દ્રારા, શાળા પરિવાર દ્રારાસંચાલક મંડળ દ્રારા જરૂરી કારકિર્દી માર્ગદર્શન પુરૂ પાડીને જરૂરીયાતવાળા વિદ્યાર્થી ભાઈ-બહેનોને વ્ય્કિતગત પણ માર્ગદર્શન પુરૂ પાડીને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવાનો પુરેપુરો પ્રયત્ન કરવામાં આવે છે. જે આ સંસ્થાની એક આગવી ઓળખ અને પ્રતિભા છે.
એકાદ વર્ષને બાદ કરતાં દર વર્ષે H.S.C. નું ૧૦૦ ટકા પરિણામ આવે છે એટલું જ નહી પરંતુ તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનું પોતાનું વ્યકિતગત પરિણામ પણ ઘણી જ ઉંચી ટકાવારી સાથે આવે છે. તે ખરેખર અભિનંદનને પાત્ર છે. શાળાનું ઉંચું પરિણામ તેમજ શાળાના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોના વ્યકિતગત ઉંચા પરિણામ માટે શાળાના કર્મષ્ઠ કર્મયોગી શિક્ષકો તેમજ સંચાલકશ્રીનો વ્યકિતગત ખુબ જ મોટો સિંહફાળો છે.
H.S.C. પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી આ સંસ્થાના લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓ આગળ ઉચ્ચ અભ્યાસ કરવા જાય છે. અને તેની નોંધ સંસ્થા દ્રારા લેવામાં આવે છે.
વધુ માહિતી માટે લોગોન કરો.