લવાણા તેમજ લવાણા ગામની આસપાસ ૧પ થી ર૦ કિ.મી.ના વિસ્તારમાં સામાન્ય પ્રવાહની શિક્ષણ આપતી એકપણ માધ્યમિક શાળા ન હોવાથી લવાણા તેમજ આજુબાજુના ૧પ થી ર૦ કિ.મી.ના વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહમાં માધ્યમિક કક્ષાનું શિક્ષણ લેવા માટે થરાદ,દિયોદર,ડીસા,પાલનપુર કે પાટણ જવું પડતુ હતું. જેનાથી આ વિસ્તારના મધ્યમ તેમજ ગરીબ કુટુંબના બાળકો સામાન્ય પ્રવાહના માધ્યમિક શિક્ષણથી વંચિત હતા અને સામાન્ય પ્રવાહમાં માધ્યમિક શિક્ષાણ કેવુ કહેવાય તેનો ખ્યાલ સુધ્ધા પણ ન હતો. ત્યાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનો તો વિચારપણ ન કરી શકાય. આ વિસ્તારના લવાણા,પાલડી,તેમજ ચિભડા મુકામે માધ્યમિક શિક્ષણ માટે ઉત્તર બુનિયાદી પ્રવાહ (ખેતીવાડીના વિષયો) ની શાળાઓ કાર્યરત હોવાથી માનવનિકેતન ટ્રસ્ટ દ્રારા જુન-ર૦૦૩ થી સામાન્ય પ્રવાહની ગુજરાતી માધ્યમની મિશ્ર પ્રકારની સ્વનિર્ભર શાળા કમ્પ્યુટર વિષયના શિક્ષણ સાથે શરૂ કરવામાં આવેલ. શાળાની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં દિકરીઓ માધ્યમિક શિક્ષણ લેતી થાય તેવા ઉમદા હેતુથી કોઈપણ જાતની ફી લીધા વગર તમામ સમાજની દિકરીઓને મફત શિક્ષાણ આપવાનો નિર્ધાર કરેલ. અને તેના ફળ સ્વરૂપે આજે આ વિસ્તારની દિકરીઓએ ઉચ્ચશિક્ષાણમાં ડબલ ગ્રેજયુએટ તેમજ અનુસ્નાતક સુધી શિક્ષાણ મેળવીને રોજગારી મેળવી રહી છે.
શાળામાં કાર્યરત કર્મયોગી કર્મચારીઓના પ્રયત્નોથી ધોરણ-૮ ના ચાર વર્ગો,ધોરણ-૯ ના ત્રણ વર્ગો તેમજ ધોરણ-૧૦ ના ત્રણ વર્ગો સાથે ધોરણ-૧૦ નું S.S.C નું પરિણામ લગભગ ૧૦૦ ટકાની આસપાસ દર વર્ષે રહે છે અને S.S.Cની પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓ કમ્પ્યુટર જેવા વિષય સાથે પરીક્ષામાં ઉતીર્ણ કરે છે. S.S.C ની પરીક્ષા માટે વિદ્યામંદિર, લવાણાને પરીક્ષા કેન્દ્ર તરીકે માન્યતા મળેલ છે.
શાળામાં S.S.Cના વિદ્યાર્થીઓને જરૂરી કારકિર્દી માર્ગદર્શન જે તે વિષયના તજજ્ઞો દ્રારા પુરૂ પાડવામાં આવે છે. S.S.Cના પરિણામ બાદ વિદ્યાર્થીઓને પોતાના પરિણામના આધારે આગળના અભ્યાસ માટે સંસ્થા દ્રારા માર્ગદર્શન આપીને પ્રવેશથી માંડીને ધોરણ-૧ર સુધી વ્યકિતગત દેખરેખ રાખવામાં આવે છે. પછી તે વિદ્યાર્થી લવાણા અભ્યાસ કરતો હોય કે પછી પાટણ,પાલનપુર કે અન્ય કોઈ સ્થળે ડિપ્લોમા જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરતો હોય તેની સાથે સમયાંતરે રૂબરૂ કે ટેલીફોનિક વાર્તાલાપ દ્રારા અભ્યાસક્રમ અંગે જરૂરી માહિતી મેળવીને યોગ્ય તે માર્ગદર્શન પરૂ પાડવામાં આવે છે. જે આગળ અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનોને ખુબ સારૂ પ્રોત્સાહન પરૂ પાડે છે. S.S.Cપરીક્ષા ઉત્તિર્ણ કરનાર મોટા ભાગના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવીને પોતાની કારકિર્દી બનાવે છે.
વધુ માહિતી માટે લોગોન કરો.